નામ-સંકીર્તન: હરિ હરયે નમઃ કૃષ્ણ

આ લેખ અંગ્રેજીમાં વાંચો: HARI HARAYE NAMAḤ KṚṢṆA 

નામ-સઙ્કીર્તન   નરોત્તમ દાસ Ṭહાકુર રચિત; શ્રી બબજિ દ્વારા અનૂદિત

(૧) 

હરિ હરયે નમઃ કૃષ્ણ યાદવાય નમઃ યાદવાય માધવાય કેશવાય નમઃ

હે હરિ, તમને મારા નમસ્કાર! હે કૃષ્ણ, યદુવંશમાં જન્મેલા તમને મારા નમસ્કાર. યાદવ, માધવ અને કેશવ નામે ઓળખાતા કૃષ્ણ ને મારા નમસ્કાર. 

(૨) 

ગોપાલ ગોવિન્દ રામ શ્રી-મધુસૂદન ગિરિધારી ગોપીનાથ મદન-મોહન

હે ગોપાલ, ગોવિન્દ, રામ, શ્રી મધુસૂદન, ગિરિધારી, ગોપીનાથ અને મદન-મોહન! 

(૩) 

શ્રી-ચૈતન્ય-નિત્યાનન્દ શ્રી-અદ્વૈત-સીતા હરિ ગુરુ વૈષ્ણવ ભાગવત ગીતા

શ્રી ચૈતન્ય અને નિત્યાનન્દ, શ્રી અદ્વૈત અને સીતા નો જય હો. હરિ, ગુરુ, વૈષ્ણવો, શ્રીમદ્ ભાગવત, અને ભગવદ્ ગીતા નો જય હો. 

(૪) 

શ્રી-રૂપ સનાતન ભટ્ટ-રઘુનાથ શ્રી-જીવ ગોપાલ-ભટ્ટ દાસ-રઘુનાથ

શ્રી રૂપ, સનાતન, રઘુનાથ ભટ્ટ, શ્રી જીવ, ગોપાલ ભટ્ટ અને દાસ રઘુનાથ નો જય હો. 

(૫) 

એઇ છય ગોસાઈર કરિ ચરણ વન્દન યાહા હોઇતે વિઘ્ન-નાશ અભીષ્ટ-પૂરણ

હું આ છ ગોસ્વામી ના ચરણોમાં પ્રણામ કરું છું. તેમને પ્રણામ કરવાથી ભક્તિના બધા વિઘ્નો નાશ પામે છે અને બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. 

(૬) 

એઇ છય ગોસાઇ યાર મુઇ તાર દાસ તા-સબાર પદ-રેણુ મોર પઞ્ચ-ગ્રાસ

જે આ છ ગોસ્વામી ની સેવા કરે છે, હું તેનો દાસ છું. તેમના ચરણકમળની ધૂળ જ મારો પાંચ પ્રકારનો ખોરાક છે. 

(૭) 

તાંદેર ચરણ-સેવિ-ભક્ત-સને વાસ જનમે જનમે હોય એઇ અભિલાષ

જન્મોજન્મ હું આ છ ગોસ્વામી ના ચરણકમળની સેવા કરનારા ભક્તો સાથે રહું! 

(૮) 

એઇ છય ગોસાઇ યબે વ્રજે કૈલા વાસ રાધા-કૃષ્ણ-નિત્ય-લીલા કરિલા પ્રકાશ

આ છ ગોસ્વામી જ્યારે વ્રજ માં રહેતા હતા, ત્યારે તેમણે રાધા અને કૃષ્ણ એ પોતાની નિત્ય લીલાઓ કરેલાં સ્થળો પ્રગટ કર્યાં. 

(૯) 

આનન્દે બોલો હરિ ભજ વૃન્દાવન શ્રી-ગુરુ-વૈષ્ણવ-પદે મજાઇયા મન

આનંદથી હરિ નામનો જપ કરો અને વૃન્દાવન નું ભજન કરો. શ્રી ગુરુ અને વૈષ્ણવોના ચરણોમાં મન લગાવો. 

(૧૦) 

શ્રી-ગુરુ-વૈષ્ણવ-પદ-પદ્મ કરિ આશ નામ-સઙ્કીર્તન કહે નરોત્તમ દાસ

શ્રી ગુરુ અને વૈષ્ણવોના ચરણકમળની સેવાની આશાએ નરોત્તમ દાસ શ્રી હરિ ના પવિત્ર નામોનું આ સઙ્કીર્તન ગાય છે. 

Leave a Comment